Friday 7 December 2012

થોડું..ક... જગ જીતી લઈએ.


આજે આખું વિશ્વ જીતવાની જ વાત કરે છે
જીતેલા લોકોની પણ વાત લારે છે;
આપને પણ એ જ કરીએ છીએ, નહિ!
ચલ ને બકા આપણી પણ વાતો કોક ના મોઢે સંભાળીએ!
ચલ ને બકા, થો......ડૂક વિશ્વ જીતી લઈએ!

તને એમ લાગે છે કે તારી સ્વતંત્રતા ખોવાણી?
તને એમ લાગે છે કે તારી પાંખ ક્યાંક ઘવાણી  ?
નભ હજીએ તારું જ છે,
ફક્ત તારે એક ઉડાન જ ભરવાની બાકી છે;
 ચલ ને  બકા આપની ઘવાયેલી પાંખ ફરી બનાવીએ!
ચલ ને બકા  થો....ડૂક જગ જીતી લઈએ!

પુષ્પ ક્યારેય કોઈનુંય હોતું નથી,
જેણે લીધું તેનું પણ હોય છે,
જેણે ફેક્યું તેનું પણ;
કચડીને પણ તે સુવાસ જ ફેલાવે છે,
મને પણ તેવું મહેકતા આવડે છે;
ચલ ને બકા આપને થો...ડૂક મહેકીએ!
ચલ ને બકા થો....ડૂક જગ જીતી લઈએ!

મારું બારણું મને જ નથી મળતું;
તારું બારણું જડે તો પણ તારું નથી લાગતું,
તે બારણું ખોલવું જ કેમનું,
જે બારણું આપણું નથી લાગતું!
ચલ ને બકા એક આપણું જ બારણું બનાવીએ!
ચલ ને બકા થો....ડૂક જગ જીતી લઈએ!

ક્યાંક કશે આપને જ ભૂલા પડીએ છીએ,
ક્યાં ભૂલા પડ્યા તે હું પણ શોધું છું,
ચલ ને બકા આપને આપના મન નો અભ્યાસ કરીએ;
ચલ ને બકા આપને ક્યાં ભૂલા પડ્યા તે જાણીએ;
ચલ ને બકા થો....ડૂક જગ જીતી લઈએ!

માણસ ની ગણતરી કેમની થાય તેની મને ખાવર નથી;
મારી ગણતરી કોઈએ કેવી કરી તે પણ મને ખબર નથી;
ચાલ છોડ આ ગણતરી,
ચલ ને બકા આપને એક આપણું જ ગણિત કેળવીએ!
ચલ ને બકા થો..ડૂક જગ જીતી લઈએ!

જીવન અને મૃત્યુ આતો નિયમ જ રહ્યો;
પણ પ્રત્યેક માનસ એક યાદ બનીને રહ્યો;
હું પણ ક્યારેક જઈશ,
તું પણ ક્યારેક જઈશ,
ચલ ને બકા થો....ડીક યાદો છોડીને જઈએ,
ચલ ને બકા થો.......ડૂક પણ જગ જીતી લઈએ.

-ઋત્વિક વાડકર

No comments:

Featured post

Sportsmanship Everywhere: A Universal Virtue

  "Sportsmanship Everywhere: A Universal Virtue" is not just a statement, but a philosophy that underscores the importance of appl...