Thursday 30 March 2017

ચાલ ઝઘડીએ- Let's Fight

ચાલ ઝઘડીએ



તું અવાજ તો ઉચક, હું ટેકો આપું, અગડમ બગડમ કરીએ,
યાદો ના પોટલા ફેંદી ખોટી ફજેતી કરીએ;
ઉઘાડ માળિયા ના દરવાજા ઓ દુશ્મન-એ-દોસ્ત ,
પકડ આ પોટલું ફેંદી નાખ,
ચાલ ઝઘડીએ.

ચાલ શાળાએ જઈએ,
ચાલ શાળાએ જઈને વર્ગે વર્ગે ધમાલ મચવીએ,
મનની મોટપના વિશાળ બચપણ ને બોલાવીએ;
ચલ, શિક્ષક સામે ઘોંઘાટો નો અત્યાચાર આદરીએ,
ઘંટનો આતંકવાદ અટકાવી સમય ને રોકી લઈએ.
છોડ આ બેગ ને પકડ દફતર,
ચાલ ઝઘડીએ.

ચાલ દિલ ને જોઉં,
આ દિલ તો મારા-તારા ફૂટલાં, સંગે ગાંઠ અધુરી,
ઠારે દિલ ના ઘા તેવી શું પટ્ટી છે કોઈ પૂરી?
અંતરનું કમાડ ઉઘાડી વાસી છબીઓ ફેંદી લઈએ,
ને પાળેલા સંચાઓથી(sewing Machine) થીગડે વળગાડી દઈએ;
મુક ગમ બાજુ પર, પકડ ઓશીકું,
ચાલ ઝઘડીએ.

ચલ કંઇક શીખવાડું,
અરે તું મને શું શીખવે,ચાલ કુદરત ના ખોલે શીખીએ,
સાહસ તો સાવજનું જો સામી છાતીએ જ ઝઘડીએ;
હું નોળિયો ને તું નાગ બની જઈ ખુલ્લા વેરે વળગીએ,
વૃક્ષના મુળિયા સમું એ બાથમાં ઝેર ને જક્કડીએ.
લાવ વાવાઝોડું ને બનું હું દાવાનળ,
ચાલ ઝઘડીએ.

રા.ગા. જેવી ખોટી મોટી બંધીશો ચાલવીએ,
એ.કે. જેવા ખોટા મોટા આક્ષેપો ઠાલવીએ;
સાયકલ પર હાથી બેસાડી ગામ આખું ફેરવીએ,
રાજનીતિ ની રંજીશોથી દેશ આખો રેલાવીએ.
તું રાગડા તાણ હું ડ્રામા કરું,
ચાલ ઝઘડીએ.

પ્રેમની શું વ્યાખ્યા જ્યાં દુનિયા એકમેક ને દાઝે,
નફરતની શું ફિતરત કે જે દુશ્મનીને ના લાજે;
છૂટી બધું જ જવાનું હોય તો મુકીને અહીંજ જઈએ,
યાદો કેરી ઢાલે છેલ્લા શ્વાસે બગાવત કરીએ.
છોડ ફેંટ, પકડ હાથ.
ચાલ મળીએ.
પકડ આ પોટલું ફેંદી નાખ,
ચાલ ઝઘડીએ.
-    ઋત્વિક વાડકર


In this Poem I tried to express my aggressive mood with my best friend. Let’s Fight as world do with friend in a sunny funny way.
In first stanza poet meets to his friend and appeals to fight, as he is not responding his feelings since long. He says to remember all sorrows and time when he was missing his friend and wants to fight for it. That friend is not speaking with this poet since long, so poet has many things to discuss and says, “Let’s fight, once”. That friend may confuse that how to fight with this dear and near friend? So, poet gives ways to fight.   

In second Stanza poet and his friend goes into their school days. Poet says, “Let’s go to the school and fight like schooldays we do”.

In third Stanza poet and his friend becomes young and discusses that both have beautiful feelings with broken hearts. There is nothing to apply on such breaks and cracks on heart, except to use such images of past carried by the heart. Understand it well.
In fourth stanza when friend of poet tries to teach how to fight, poet says that don’t teach how to fight lets learn from the holy nature. That selfless nature also teaches us to give powerful fight.

Now, in fifth stanza they became more experienced about political fight. Think about signs and names mentioned in it.
In last stanza, both friends became little liberal about the matter “Let’s fight”.  And ends with the conclusion that lets define love and enmity in friendship. Let’s shake hands, let’s meet but let’s fight.

Hope you enjoyed the lines and motive behind.

Give your comments on it. I am waiting.

-        Rutvik Wadkar




                      

Thursday 23 March 2017

કૈંક ખૂટે છે - જૈમીન ના સથવારે મળેલો મને આ જવાબ.

An Answer to my poem written by my splendid friend Jaimin Sathwara.

Original Poem by me કૈંક ખૂટે છે! https://rutvikwadkar.blogspot.in/2016/05/blog-post.html

જૈમીન ના સથવારે મળેલો મને આ જવાબ.
Image result for answer tomy poem


હું છુંતું છેકાઇંક તો બોલ,
અહીં શબ્દો નહિ - લાગણી ખૂટે છે.

મન ભરી હું શું બોલું  સ્વાર્થી દુનિયામાં,
તું સાંભળે તો મારી આંખો પણ મજબુર છે કાઇંક બોલવા માટે,
મનની લાગણી તો ઠીક છે અહીં તો મને પણ સાચવનાર ખૂટે છે.

અણસમજ ના ચાર રસ્તા પર કોઈ કુંડાળા માં પગ પડ્યો લાગે છે,
એટલે  તો નાદાનિયત (અણસમજને સમજનાર તું ખૂટે છે.

ગેરસમજ તો ઠીક છે,
બસમારા શાણપણ ને સમજનાર કોઈક ખૂટે છે.

દોસ્તઅહીં તો ખોબો ભરીને હસવું છે ને કૂવો ભરીને રડવું છે મારે,
બસ  તારા હાથનો ખોબો ખૂટે છે ને પાલવમાં છુપાયેલો  કૂવો ખૂટે છે.

મદમસ્ત દુનિયામાં ને એની ભીડમાં હું એકલો થઇ ગયો છું,
મને ના છોડ  ભીડમાં તું એકલો-અટૂલો;
હાતારો હાથ-તારો સાથ ખૂટે છે.

 તો દુનિયાનો દસ્તુર છે અટ્ટહાસ્ય કરવાનો,
હું ને તું તો કાંઈ નથી દોસ્ત;
અહીં તો ભગવાનને પણ પીઠ પાછળ દગો આપનાર ક્યાં ખૂટે છે?

બસવાણી માં મા સરસ્વતીનો  ભાર ક્યાં છે કોઈનામાં,
દુશ્મન શુંઅહીં તો એક સારો દોસ્ત ખૂટે છે.

કાઈં ખુટ્યું નથી ને ખુટ્યું નથી ને ખૂટશે નહિ
જ્યાં સુધી મારા ઈશ્વરનો સાથ છે ને અલ્લાહ  નો મારી પર હાથ છે!!!

તુચ્છ પ્રાણી છું મારા મનને જાણનાર કોઈ ખૂટે છે,
કવિતારૂપી સામાન્ય શબ્દોને માનનાર કોઈ ખૂટે છે.

શું રાહ જોવું હું હે ઈશ્વર અહિયાં!
હું તો રોજ હાજરી ભરાવવા તારા દરબારમાં આવવા માંગુ છું,
બસતારી  હાજરી અહીં એકવાર ખૂટે છે!!!

-ઋત્વિક વાડકર અને જૈમિન સથવારા

Featured post

Sportsmanship Everywhere: A Universal Virtue

  "Sportsmanship Everywhere: A Universal Virtue" is not just a statement, but a philosophy that underscores the importance of appl...