An Answer to my poem written by my splendid friend Jaimin Sathwara.
Original Poem by me કૈંક ખૂટે છે! https://rutvikwadkar.blogspot.in/2016/05/blog-post.html
જૈમીન ના સથવારે મળેલો મને આ જવાબ.

હું છું, તું છે, કાઇંક તો બોલ,
અહીં શબ્દો નહિ - લાગણી ખૂટે છે.
મન ભરી હું શું બોલું આ સ્વાર્થી દુનિયામાં,
તું સાંભળે તો મારી આંખો પણ મજબુર છે કાઇંક બોલવા માટે,
મનની લાગણી તો ઠીક છે અહીં તો મને પણ સાચવનાર ખૂટે છે.
અણસમજ ના ચાર રસ્તા પર કોઈ કુંડાળા માં પગ પડ્યો લાગે છે,
એટલે જ તો નાદાનિયત (અણસમજ) ને સમજનાર તું ખૂટે છે.
ગેરસમજ તો ઠીક છે,
બસ! મારા શાણપણ ને સમજનાર કોઈક ખૂટે છે.
દોસ્ત! અહીં તો ખોબો ભરીને હસવું છે ને કૂવો ભરીને રડવું છે મારે,
બસ એ તારા હાથનો ખોબો ખૂટે છે ને પાલવમાં છુપાયેલો એ કૂવો ખૂટે છે.
મદમસ્ત દુનિયામાં ને એની ભીડમાં હું એકલો થઇ ગયો છું,
મને ના છોડ આ ભીડમાં તું એકલો-અટૂલો;
હા! તારો હાથ-તારો સાથ ખૂટે છે.
એ તો દુનિયાનો દસ્તુર છે અટ્ટહાસ્ય કરવાનો,
હું ને તું તો કાંઈ નથી દોસ્ત;
અહીં તો ભગવાનને પણ પીઠ પાછળ દગો આપનાર ક્યાં ખૂટે છે?
બસ! વાણી માં મા સરસ્વતીનો એ ભાર ક્યાં છે કોઈનામાં,
દુશ્મન શું? અહીં તો એક સારો દોસ્ત ખૂટે છે.
કાઈં ખુટ્યું નથી ને ખુટ્યું નથી ને ખૂટશે નહિ
જ્યાં સુધી મારા ઈશ્વરનો સાથ છે ને અલ્લાહ નો મારી પર હાથ છે!!!
તુચ્છ પ્રાણી છું મારા મનને જાણનાર કોઈ ખૂટે છે,
કવિતારૂપી સામાન્ય શબ્દોને માનનાર કોઈ ખૂટે છે.
શું રાહ જોવું હું હે ઈશ્વર અહિયાં!
હું તો રોજ હાજરી ભરાવવા તારા દરબારમાં આવવા માંગુ છું,
બસ! તારી જ હાજરી અહીં એકવાર ખૂટે છે!!!
-ઋત્વિક વાડકર અને જૈમિન સથવારા
No comments:
Post a Comment