
તારા નામ પર શું
બાંધુ ?
એક વાર રેડિયો પર વાત ચાલુ હશે, ને રડીઓ RJ ઘણી
રેઅસ્પ્રદ રીતે મહાનુભાવો ના નામ લઈને સવિસ્તારથી રસ્તાઓ, ઈમારતો અને ઘણી દુનિયાની
વસ્તુઓ કે જે તેમને પોતાના કોઈ પ્રિયતમ માટે બાંધી હોય. દા.ત. શાહ જહાએ મુમતાઝ
માટે તાજ મહેલ બંધાવ્યો હતો વિગેરે વિગેરે. મને પણ થોડો વિચાર આવ્યો કે કદાચ મને
પણ મારી કોઈ પ્રિયતમા (અત્યારે હાલ કોઈ નથી) માટે કૈંક બાંધવાનું મન થાય તો હું
શું બાંધુ ?
આમ કૈંક બાંધી
શકાય,
તારા નામ પર શું બાંધુ?
તું હસીશ તો તારા નામે Laughing Club
ને રડીશ તો બાંધી દઈશ ડેમ આંસુ રોકવા;
ચાલીશ જ્યાં જ્યાં ત્યાં ત્યાં તારા નામે Sky
વોક
ને દોડીશ ત્યાં ત્યાં તારું Joggers પાર્ક.
તને ભીંજાવું જ હોય તો વરસાવીશ વરસાદ,
ને કોરી રહીશ તો પડીશ કચ્છ ના રણથી સાદ.
બોલ-બોલ કરીશ તો હાજર
કરીશ રેડિયો સ્ટેશન,
ને ચુપ ચાપ બેસી રહીશ તો I will સ્ટાર્ટ convention;
ઉડીશ તો આ આકાશ તારા નામે જ છે,
ને બંધાઈશ તો silly known friendship belt.
છૂટીશ તો તારા નામે સુગંધ ફેલાવીશ,
ને તુટીશ તો ત્યાં તારા દિલ ના ટુકડા.
તને રાગ ગવાનું મન થયું તો બંદિશો બાંધીશ,
ને રાગડા તાણીશ તો બાંધીશ મૌન.
લડીશ (ધમાલમાં) તો આ અરબ નો (ધમાલિયો) દરિયા
કિનારો
ને શાંત રહીશ તો બાંધી દઈશ રાણીનો નો હજીરો.
ચડીશ ત્યાં તો જાહેર કરીશ ડુંગરા,
ને ઉતારવા મથીશ તો બાંધીશ બાગવાળી લપસણી.
તારા નામ પર શું બાંધુ? તું કહે-કરે એમ, તારી
ઈચ્છા !!!!!
- ઋત્વિક વાડકર
In the end a Romantic Shot:
આજે નથી જાવું કોઇનાયે કામ પર
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર
– વેણીભાઇ પુરોહિત
2 comments:
Jordarr👌👌
Thanks deae
Post a Comment