ઉત્કંઠા ની આરે હું નીકળ્યો તો દૂધ લેવા
ને છાશ લઇ પાછો આવ્યો;
લઇ ફાટલી થેલી ને ચક વક નજર જેવી;
ટપકતી લાળ ને થાપ દઈ પાછો આવ્યો .
ઉત્કંઠા ની આરે...
પાનેતર ની વાત લઇ ચાલ્યો;
ને બેડું કાણું લઇ પાછો આવ્યો;
પૂછશો ના મને, કે એ બેડા ના કાણા નું કારણ
એક જીવ ને શ્વાસ દઈ પાછો આવ્યો.
ઉત્કંઠા ની આરે...
મકાન સામે એક હસ્તી વસી;
હોય, એની આંખો જોવા મારી નજર ખસી;
પૂછશો ના મને કોણ હતું ? , એ પાપણ ઉઠાવવાનું કારણ
એક ગુલાબ દઈ પાછો આવ્યો.
ઉત્કંઠા ની આરે...
ઇતિહાસ ખોટો શું હતો ખબર હતી;
ભવિષ્ય ની વાર્તા ઘડાવી હતી ;
પુછ્શોના કોણે કહી આ વાત?, જાણવાનું કારણ
ત્યારે બે ઉદગાર !! લઇ ને પાછો આવ્યો.
ઉત્કંઠા ની આરે...
કબૂલું છું ,
ગુજારી છે મેં પણ આવી જીંદગી;
ખુશ રહું ને રાખું ખુદાને એ બંદગી;
પૂછશો ના કેમ આવું બોલે છે, કહેવાનું કારણ
એક મુકામ લઇને પાછો આવ્યો !
ઉત્કંઠા ની આરે...
- ઋત્વિક વાડકર
No comments:
Post a Comment