Monday 28 July 2014

એક મથામણ...


ચાગ ચોગાળે અદનો આદમી હું, બસ ગણતર કરવા મથું છું;
અંતર ના એ છેલ છોગાળે એક ચણતર કરવા મથું છું.

પથરાળે પથરાળે ખુંદી ખોદી, માટી જડતી રેતી છું;
નજારે નજારે વળી વળી ને હિસાબ કરતી બસ ખેતી છું,
એ સરવાળાની જ બાદબાકી કરતો, સિલ્લક ગણવા મથું છું;
ચાગ ચોગાળે....

પ્રશ્ન નો ઉકેલ, ઉકેલ નો સવાલ, ને સવાલ નો જવાબ જોડતો જ હતો;
કે જવાબ નો ઉકેલ, ને સવાલ ના પ્રશ્ન થકી કોયડો જ બનતો રહ્યો છું,
ઉત્તરદાયિત્વના આ ચગડોળે ચક્કર ખાઈ ને પડું છું;
ચાગ ચોગાળે....

ક્યારેક સંજ્ઞાઓ ના સર્વનામે વિશેષણ કરતો રહ્યો છું;
ક્યારેક નામયોગી તથા નીપાત સાથે કેવળ પ્રાયોગી રહ્યો છું,
અધીકરણની વિભાક્તિનો, તે સંબોધન લેવા ઝંખું છું;
ચાગ ચોગાળે....

હા ! ત્યાંજ!
તે કૃષ્ણની શાખ ઉપર મેં નર્તન રચતું જોઉં છું;
તે મન-મળી ની લાલ સજાવટ કીર્તન ને હું માનું છું,
હા તે જ હશે એ બાગબાન નો અભાર કરતા થાકું છું;
ચાગ ચોગાળે....


-- ઋત્વિક વાડકર

Wednesday 5 February 2014

ઉત્કંઠા ની આરે- Utkanthani Aare by Rutvik Wadkar




ઉત્કંઠા ની  આરે હું નીકળ્યો તો દૂધ લેવા 
ને છાશ લઇ પાછો આવ્યો;
લઇ ફાટલી થેલી ને ચક વક નજર જેવી; 
ટપકતી લાળ ને થાપ દઈ  પાછો આવ્યો .
                                                       ઉત્કંઠા ની આરે...


પાનેતર ની વાત લઇ ચાલ્યો;
ને બેડું કાણું લઇ પાછો આવ્યો;
પૂછશો ના મને, કે એ બેડા ના કાણા નું કારણ
એક જીવ ને શ્વાસ દઈ પાછો આવ્યો. 
                                                         ઉત્કંઠા ની આરે...

મકાન    સામે      એક     હસ્તી      વસી;
હોય, એની આંખો જોવા મારી નજર ખસી; 
પૂછશો ના મને કોણ હતું ? , એ પાપણ ઉઠાવવાનું કારણ
એક ગુલાબ દઈ પાછો આવ્યો.
                                                           ઉત્કંઠા ની આરે...

ઇતિહાસ ખોટો શું હતો ખબર હતી;
ભવિષ્ય ની  વાર્તા  ઘડાવી   હતી ;
પુછ્શોના કોણે કહી આ વાત?, જાણવાનું કારણ
ત્યારે બે ઉદગાર !! લઇ ને પાછો આવ્યો.
                                                             ઉત્કંઠા ની આરે...

કબૂલું છું ,
ગુજારી છે મેં પણ  આવી   જીંદગી;
ખુશ રહું ને રાખું ખુદાને એ બંદગી;
પૂછશો ના કેમ આવું બોલે છે, કહેવાનું કારણ 
એક મુકામ લઇને પાછો આવ્યો !
                                                               ઉત્કંઠા ની આરે...

- ઋત્વિક વાડકર 

Featured post

Sportsmanship Everywhere: A Universal Virtue

  "Sportsmanship Everywhere: A Universal Virtue" is not just a statement, but a philosophy that underscores the importance of appl...