Thursday 6 June 2013

કવિ ની કલ્પના અધુરી રહી ગઈ

કવિ ની કલ્પના અધુરી રહી ગઈ
એકલવાયા વાયરામાં એક અર્પણા અધુરી રહી ગઈ;
કોણ જાણે ? કોને કહું ? કવિ ની કલ્પના અધુરી રહી ગઈ.

શાળાની પાટલીએ ખોતરી'તી એને,
આંગણાની દીવાલોએ સજાવી'તી એને,
પરિવર્તનની    બારી   એની   નજર    દૂર    કરી  ગઈ;
કોણ જાણે ? કોને કહું ? કવિ ની કલ્પના અધુરી રહી ગઈ.

કદાચ વિષાદ હતો એ કર્મયોગનો,
કદાચ અપવાદ હતો એ સાંખ્યયોગનો,
રમત રમતમાં નિર્ધારણ વર્ષની એ ગણતરી અધુરી રહી ગઈ;
કોણ જાણે  ? કોને કહું  ?  કવિની  કલ્પના   અધુરી  રહી  ગઈ.

આત્મસંયમની ધાર કેરી આરી એને બાંધી,
અડધી રાતે લાકડી તેડી લાવ્યો એતો ગાંધી,
એ  ગાંધી   કેરા  સાથી  ની  મૂરત  અધૂરી  રહી   ગઈ;
કોણ જાણે ? કોને કહું ? કવિ ની કલ્પના અધુરી રહી ગઈ.

એક જ સરખું આપનું આખી રાત ચલાવી આવ્યો,
એના અંતરમાં છાની પણ એક આગ લગાડી આવ્યો,
બેધ્યાન કરી એક ઘટના પાછી તળિયે અણદી ડૂબી ગઈ;
કોણ જાણે ? કોને કહું ? કવિ ની કલ્પના અધુરી રહી ગઈ.

બાતમીઓ નો મહાસાગર અવકાશ તળે ખૂટી ગયો,
ટીપું ટીપું ઉધાર માંગી આશ્વાસન એતો લૂંટી ગયો ,
બસ, કોઈક વ્યક્તિની કાચી ઓળખ એની વાત પૂરી કરી ગઈ;
કોણ જાણે ? કોને કહું ? કવિની  કલ્પના  અધુરી  રહી  ગઈ.

- ઋત્વિક વાડકર

Featured post

Sportsmanship Everywhere: A Universal Virtue

  "Sportsmanship Everywhere: A Universal Virtue" is not just a statement, but a philosophy that underscores the importance of appl...