Sunday 31 March 2019

એક સવાર એવી પણ હશે - પ્રિયા પટેલ

એક સવાર એવી પણ હશે
     જયાં ફક્ત મારી થતી વાત હશે
આશ્ચર્ય નથી એમા કંઇ કે
       એ ઘડી મુજ ગેરહાજરી હશે....

ભટકતો આમતેમ સુક્ષ્મ રૂપ
      ને હજી સ્થૂલ ત્યાં જ સ્થાયી હશે
હું તો ન કરી શક્યો આલાપ
      પણ સૌ મુખે માત્ર મારી કહાની હશે....

હયાતીમાં ઘણા સંગાથ નહોતા
       એમની આજ મને વળાવવાની તૈયારી હશે
પગ ખેંચવા પાછળ પડતા જે
        આજ એમનાં ખભાની મારે સવારી હશે...

ભલેને આંખો મીંચેલી હશે
                     પણ ચહેરા પર ખુમારી હશે
દર્દ તો સમય હળવું કરશે
         હવે ફરી જન્મ-મરણ ને જવાની હશે...

અંતિમ પગલે રુદન અને
       પાછાં જતા ગણગણાટી હશે
વિખરાયેલ ઝુલ્ફોને પલળતા
      ગાલ પર વહેતાં આસૂ ની જુબાની હશે...

- પ્રિયા પટેલ

Featured post

Sportsmanship Everywhere: A Universal Virtue

  "Sportsmanship Everywhere: A Universal Virtue" is not just a statement, but a philosophy that underscores the importance of appl...