Sunday 17 June 2018

ચાલને...!!



ચાલને...

          કેવું કેહવાય નહીં? આજે આપણી પાસે અઢળક સગવડો છે, ગાડી, ટ્રેઈન, સ્પીડ ઈન્ટરનેટ, ફાસ્ટ મોબાઇલ અને સુપર કોમ્પુટર સાથે ઘણુંબધું. પણ, શું આજે આપણે ખરેખર ઝડપી થાઈ ગયા છીએ?  હાસ્તો! કેટલી ઝડપી પ્રગતિ કરીએ છીએ, નહીં? પણ, મારો એક બીજો પ્રશ્ન છે. શુ આપણે ખરેખર જીવનની પ્રગતિ તરફ છીએ કે ફક્ત ભૌતિક પ્રગતિ તરફ? વિચારવું પડશે આપણે. આપણે ભૌતિક પ્રગતિમાં આગળ છીએ પણ શું ભીતરના સંબંધો વધારવામાં આગળ છીએ કે? ચાલને.. વિચારીએ!

          આ કવિતા પાછળ એક વાત છે. મારી સાથે એક પ્રસંગ બન્યો. 9 એપ્રિલ 2016 શનિવાર, એક વાર મારી એક મિત્ર સાથે હળવેકથી ઝઘડી પડ્યો. મારો એટલો જ વાંક કે થોડી ભાષા સજ્જતા ખોટી વાપરી. એમા એને માઠું લાગ્યું હશે ને બોલવાનું બંધ કરી દીધું. હું પણ થોડોક સ્તબ્ધ થાઈ ગયો કે આમ એટલું મોટુ તો શુ થાઈ ગયુ મારાથી કે કોઈ કાયમ બોલવાનું બંધ કરે? 

           આ ઘટના પછી મને નીચેની કવિતાની સફૂર્ણા થઈ અને મારી સૌથી પ્રિય બહેનોમાંથી એક નિકિતા પટેલએ મને આ ભાવનાઓ વ્યકત કરવામાં મદદ કારી.

            મેં એક વર્ષ મારો પોતાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કાર્યો અને થોડીક સમઝણ કેળવી. હું એ સમઝણ કેળવી શક્યો કે શું કોઈની થોડા સમય પૂરતી ખરાબ વર્તણુક ને કારણે તેની સાથે કાયમ બોલતી બંધ કરવી આવશ્યક છે કે? બીજી વાત, શુ કોઈ મારી સાથે બોલવાનું બંધ કરે તો મારે પણ તેની નાદે લાગી તેવું જ વર્તન બીજ સાથે પણ કરવું જોઈએ કે? હું નથી માનતો કે કોઈ મારી માટે બદલાય તૌ મારે મારો સ્વભાવ અને વર્તન બદલવું જોઈએ, મૈત્રી નો સંબંધ ફક્ત બારણાં બંધ કારી શકે તુટી નાં શકે. હા, મારે મારામાંથી ખોટી ભાષાસજ્જતા વાપર્યા નો ગુણ કાઢવો જ જોઈએ. ખોટી અને અયોગ્ય વસ્તુ કે બાબત બંધ થવી જોઈએ, નહીં જે મૈત્રી નાં બારણાં. હું આ કવિતા દ્રારા ઈવા બારણાં સદાય ઉઘડા રાખવા પ્રયત્ન કરીશ. 

તો ચાલોને, બારણાં બંધ હોય તૌ ફરી ખોલીએ !...થંભી ગયેલી રમત ફરી શરૂ કરીએ!...રોક લાગેલા એ પગના ડગલા વધારીએ!...બંધ થયેલી ચર્ચાઓ ને વાતો નાં વગડાથી ફરી શરૂ કરીએ!...બંધ મોઢા ને હાસ્યથી ઉઘાડી દઈએ!...થોડું રડી પણ લઇએ!...ચુપ બેઠેલી આપણી મૃતપાય દુનિયા ને ફરીથી જીવંત કરીએ!...


ચાલને...


ચાલને આજે ફરી ઝગડો કરીએ,
એ ચુપ થયેલા સંબંધોને બોલતા કરીએ. 

ચાલને આજે ફરી એક રમત રમી લઈએ, 
એ થંભી ગયેલા એ હિંચકાઓને ફરીથી ઝુલતા કરીએ;

ચાલને આજે ફરી કોરા ડગલે ચાલતાં જઈએ, 
આ ખાલી પડેલી મનની ગલીઓ ડગલે ભરી દઈએ;

ચાલને આજે ફરી વાતોનાં વગડા કરીએ, 
એ ચુપચાપ સુતેલા ઘરનાં ઓટલાઓને ફરીથી ઘોંઘાટ થી જાગતા કરીએ. 

ચાલને આજે ફરી ખડખડાટ હસી લઈએ, 
આ જકડાઈ ગયેલા અંતરના સ્નાયુઓને ફરીથી હલતા કરીએ. 

ચલને એકબીજાના ખભે થોડુ રડીએ,
આ કોરી આંખોના વ્હાલંસોયા સાગરની ભરતી લાવીએ;

ચાલને આજે ફરી દુનિયાને જીવંત કરીએ,
આ મૃત બેઠેલા આપણાં કલાકારને જગાડી દોડતો કરીએ.

- ઋત્વિક વાડકર સાથે નિકિતા પટેલ

Featured post

Sportsmanship Everywhere: A Universal Virtue

  "Sportsmanship Everywhere: A Universal Virtue" is not just a statement, but a philosophy that underscores the importance of appl...