Wednesday 6 April 2016

મારી 'મા'





દોરંગી સ્વપ્નોની દુનિયામાં, એક જ રંગ ગુંજતો રહ્યો તે 'માં'.
સૃષ્ટિના ગણગણતા કાયદામાં, વ્હાલો એ અણસાર સ્પર્ષ્યો તે  'માં'.

આંખ ખુલે, ને એ આંગળી પકડે,ખોળે લઇ ફરી સુવાડે;
અંધારા આંચળમાં પ્રશ્નોની પડખે,બસ તારું જ આલિંગન પોઢાડે.

મારા સ્વપનો સજાવે, જગાડે, વધાવે, ને વ્હાલા હાલરડાં હૃદયે સ્પર્ષે;
ઉમરાથી લાખો સુધી શીતળ એ તડકા માં,તારા હૈયાના અશ્રુઓ સ્પર્ષે.
   
લાખ લૂખા સંબંધો લાગે અધૂરા, જયારે તું જ મને કરે પૂરો;
તારા ગર્ભ થાકી દુનિયા છે પૂરી, ત્યારે અલખનો ધણી પણ અધુરો.

લાખ પુણ્ય અર્પીને માંગ્યો મને, તારા ગુણગાન ગાતા ના થાકું;
પકવાનો મળ્યા મને ભૂખ્યા ત્યારે, જયારે તારા ચરણોની ધૂળને હું ચાખું.

- ઋત્વિક વાડકર  

Featured post

Sportsmanship Everywhere: A Universal Virtue

  "Sportsmanship Everywhere: A Universal Virtue" is not just a statement, but a philosophy that underscores the importance of appl...