Monday 28 July 2014

એક મથામણ...


ચાગ ચોગાળે અદનો આદમી હું, બસ ગણતર કરવા મથું છું;
અંતર ના એ છેલ છોગાળે એક ચણતર કરવા મથું છું.

પથરાળે પથરાળે ખુંદી ખોદી, માટી જડતી રેતી છું;
નજારે નજારે વળી વળી ને હિસાબ કરતી બસ ખેતી છું,
એ સરવાળાની જ બાદબાકી કરતો, સિલ્લક ગણવા મથું છું;
ચાગ ચોગાળે....

પ્રશ્ન નો ઉકેલ, ઉકેલ નો સવાલ, ને સવાલ નો જવાબ જોડતો જ હતો;
કે જવાબ નો ઉકેલ, ને સવાલ ના પ્રશ્ન થકી કોયડો જ બનતો રહ્યો છું,
ઉત્તરદાયિત્વના આ ચગડોળે ચક્કર ખાઈ ને પડું છું;
ચાગ ચોગાળે....

ક્યારેક સંજ્ઞાઓ ના સર્વનામે વિશેષણ કરતો રહ્યો છું;
ક્યારેક નામયોગી તથા નીપાત સાથે કેવળ પ્રાયોગી રહ્યો છું,
અધીકરણની વિભાક્તિનો, તે સંબોધન લેવા ઝંખું છું;
ચાગ ચોગાળે....

હા ! ત્યાંજ!
તે કૃષ્ણની શાખ ઉપર મેં નર્તન રચતું જોઉં છું;
તે મન-મળી ની લાલ સજાવટ કીર્તન ને હું માનું છું,
હા તે જ હશે એ બાગબાન નો અભાર કરતા થાકું છું;
ચાગ ચોગાળે....


-- ઋત્વિક વાડકર

Featured post

Sportsmanship Everywhere: A Universal Virtue

  "Sportsmanship Everywhere: A Universal Virtue" is not just a statement, but a philosophy that underscores the importance of appl...