Sunday 28 July 2013

બસ છે..... (A conversation with my God)



મનને શાંતિ મળે ના મળે, તું મારા મન માં મળે એટલું બસ છે;
કોઈ દોસ્તાર બને ના બને, તું મને દિલદાર મળે, બસ છે.

દુનિયા તારી સ્તુતિ ગાવા રાગડાય તાણે, પણ તું ક્યાં ટસ નો મસ છે;
હું થોડું ગાઉં , ને તું મારી સામેવાળામાં બેઠો મલકાય,           બસ છે.

લખાણની  વાતો વાંચી નથી, તારી એક કાવ્યપંક્તિ મળે બસ છે;
હું તો કવ છું મૌન રહે, બોલીશ જ ના, એક ઈશારો મળે, બસ છે.

તારા પ્રેમ ને હું શું ખોલું? , તું મારો યાર જબરદસ્ત છે;
તું મને સામે મળે કે ના મળે, મારામાં તું એક એહસાસ બસ છે.

તારું સર્જન તને યાદ કેમનું કરે?, એતો તારી ચીજ બડી મસ્ત છે;
તારી યાદમાં તારા હાથ નો કોળીયો ખાઉં ને તું એને પચાવે એટલું બસ છે.

મારી માં ને રીઝવવા લોકો તને છોડી જાગે, એ બધા જ અલમસ્ત છે;
હું તો બસ તને ભજું, ને  તું માં બની તારા ખોળામાં લે એટલું બસ છે.

દુનિયા ના દરવાજા ખુલા દેખું છું, પણ લોકો મારાથી ત્રસ્ત છે;
હું દોડતો તારી પાસે આવું ને તું બોલાવે એટલું બસ છે.

વડીલો તારું નામ બોલે, કે તું દુનિયાદારી માં વ્યસ્ત છે;
હું આમ તો એકલો છું, તું તારા વિચાર વહેંચાવ્ડાવે એટલું બસ છે.

વિશ્વ  આખું તને ચાર દીવાલે સજાવે ને બોલે તું કેટલો તંદુરસ્ત છે;
હું તને મારા માં જોવું , ને તું બીજા માં દેખાય એટલી દ્રષ્ટિ મળે એ બસ છે.

- ઋત્વિક વાડકર

Featured post

Sportsmanship Everywhere: A Universal Virtue

  "Sportsmanship Everywhere: A Universal Virtue" is not just a statement, but a philosophy that underscores the importance of appl...